વહાલી દીકરી યોજના 2024 | ગુજરાતમાં દીકરીઓને મળે છે 1 લાખ રૂપિયાની સહાય

By TARSENG THAKOR

Published on:

વહાલી દીકરી યોજના 2024 | ગુજરાતમાં દીકરીઓને મળે છે 1 લાખ રૂપિયાની સહાય
---Advertisement---

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓ માટે ઘણી યોજનાઓ અને સેવા કાર્યરત છે. જેવી કે, મહિલાઓની સામાજિક અને આર્થિક સુરક્ષા માટે વિધવા સહાય યોજના, ગંગા સ્વરૂપા આર્થિક પુન: લગ્ન યોજના, વ્હાલી દીકરી યોજના વગેરે. સ્ત્રીઓની સુરક્ષા અને સલામતી માટે 181 મહિલા અભયમ, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર (PBSC), સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન વગેરે પણ છે. પરંતુ આજે, આ લેખમાં, આપણે ખાસ Vahali Dikri Yojana 2024 વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ.

વહાલી દીકરી યોજના 2024

યોજનાનું નામવહાલી દીકરી યોજના
સંસ્થાનું નામમહિલા અને બાળ વિકાસ વિભાગ
મળવાપાત્ર સહાય1,10,000/- ની સહાય
કોણે લાભ મળેગુજરાત રાજ્યની દીકરીઓ
સત્તાવાર વેબસાઈટhttps://wcd.gujarat.gov.in/

લાભાર્થીની પાત્રતા

પ્રથમ ૩ સંતાનો પૈકીની તમામ દીકરીઓને યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. લાભાર્થી દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ. દીકરીની જન્મતારીખ 02/08/2019 અથવા તેના પછીની હોવી જોઈએ. દીકરી જન્મના એક વર્ષની સમય મર્યાદામાં અરજી કરવાની રહે છે.

વ્હાલી દિકરી યોજનામાં મળવાપાત્ર લાભ

વહાલી દીકરી યોજનામાં નીચે મુજબ લાભ મળે છે

  • પ્રથમ હપ્તો : પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે 4000/-. સહાય મળવાપાત્ર થશે.
  • બીજો હપ્તો : નવમાં ધોરણમાં પ્રવેશ વખતે 6000/- ની સહાય મળવાપાત્ર થશે.
  • છેલ્લો હપ્તો :૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે1,10,000/- ની સહાય મળવાપાત્ર થશે.

વ્હાલી દિકરી યોજનામાં અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  1. લાભાર્થી દીકરીના જન્મનું પ્રમાણપત્ર
  2. લાભાર્થી દીકરીના માતા-પિતાનું લગ્નનોંધણી પ્રમાણપત્ર
  3. માતા પિતાનું આધારકાર્ડ
  4. લાભાર્થી દીકરીનું આધારકાર્ડ
  5. રેશનકાર્ડ
  6. નિયત નમૂના મુજબ સ્વ-ઘોષણા
  7. લાભાર્થી દીકરી અથવા માતા/પિતાના બેંક ખાતાની પાસબુકની નકલ
  8. લાભાર્થી દીકરીના માતા-પિતાની અથવા એકલ માતા/પિતા/વાલી દ્વારા અરજીના કિસ્સામાં કુલ વાર્ષિક આવકનું પ્રમાણપત્ર

વ્હાલી દિકરી યોજનાનો લેવા અરજી ક્યાં કરવી?

  • ગ્રામ્ય કક્ષાએથી ઈ-ગ્રામ સેન્ટર ખાતે.
  • તાલુકા કક્ષાએથી મામલતદારશ્રીની કચેરી ખાતે.
  • જિલ્લા કક્ષાએથી મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતે.
---Advertisement---

Leave a Comment