Smartphone Sahay Yojana 2023 | ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના 2023

By TARSENG THAKOR

Published on:

Smartphone Sahay Yojana 2023 
---Advertisement---

સ્માર્ટફોન સહાય યોજના 2023: ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના 2023, રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતાની સ્માર્ટફોન ની ખરીદી પર સહાયની યોજનાનો મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારશ્રીએ સને ૨૦૨૩-૨૪ માટે આઇ ખેડુત પોર્ટલ તારીખ ૧૫/૦૫/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે થી ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવનાર છે. ઉક્ત બાબતો ધ્યાને લઇ આપના જિલ્લાના વિસ્તરણ તંત્ર મારફત તથા સ્થાનિક વર્તમાનપત્રોમાં સામેલ પ્રેસ નોટ પ્રસિધ્ધ કરવા તથા લોકલ ટી.વી. ચેનલો મારફત ખેડૂત વર્ગમાં આ અંગે બહોળા પ્રમાણમાં પ્રચાર- પ્રસાર કરવા વિંનતી છે.

યોજનાનું નામસ્માર્ટફોન સહાય યોજના 2023
વિભાગનું નામકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
અરજી શરુ તારીખ15/05/2023  થી ઓનલાઈન ચાલુ
અરજી કરવાની છેલ્લી તારીખ 14/06/2023 સુધી
અરજી કરવાનો પ્રકારOnline
લાભરાજ્યના ખેડુતોને
સત્તાવાર વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/

ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના લાભાર્થીની પાત્રતા

  • જે ગુજરાતનો ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના 2023 નો લાભ લેવા માંગતા હોય તો તેમને નીચે આપેલી બધી જ પાત્રતા ધરાવતા હોવા જોઈએ તો જ ત્યાં યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકે છે.
  • ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના માટે અરજી કરનાર વ્યક્તિ ગુજરાતમાં રહેતો હોવો જોઈએ.
  • ગુજરાત રાજ્યનો ખેડૂત ગુજરાતમાં જમીન ધરાવતો હોવો જોઈએ.
  • જો ખેડૂત ખાતેદારે કરતા પણ વધારે ખાતા ધરાવતા હશે તો સહાય તમને એક વાર મળવા પાત્ર છે.
  • જો સંયુક્ત ખાતા ધરાવતા હોય તો તેમાંથી ikhedut 8-A ખેડૂતોને તેમાં દર્શાવેલ મુજબ ખાતેદાર પેકેજ સંયુક્ત પૈકી એક જ ને લાભ મળવાપાત્ર છે.
  • મોબાઈલ યોજના ફક્ત અને ફક્ત મોબાઈલ ની જ ખરીદી પર ઉપલબ્ધ છે મોબાઇલ ની Accessories જેવી કે ઈયર-ફોન, ચાર્જર, ઈયર-બર્ડ્સ જેવી સાધનો પર સમાવેશ થતો નથી.

 મોબાઈલ સહાય યોજના 2023 માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • જે ખાતેદાર ખેડૂત હોય તેની આધાર કાર્ડની નકલ
  • સ્માર્ટફોનની નો જીએસટી નંબર ધરાવતું અસલી bill
  • જે સ્માર્ટફોન ખરીદવાનો હોય તેની આઇએમઇઆઇ નંબર
  • ખેડૂત ના જમીન ના ડોક્યુમેન્ટ ની નકલ
  • 8-અ ની નકલ
  • ખેડૂતોનો રદ થયેલો ચેક ની નકલ
  • બેંક ખાતાના પાસબુકની નકલ

સ્માર્ટફોન સહાય યોજનાની ઓનલાઈન કરવાની પ્રક્રિયા

ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં i-khedut portal પર તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે અને સાથે ઓનલાઇન અરજી કર્યા પછી તમારે થોડીક ઓફલાઈન પ્રક્રિયા કરવાની રહેશે, જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

  • સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ, કોમ્પ્યુટર કે કોઈપણ ડિવાઇસમાં Google ઓપન કરવાનું રહેશે.
  • હવે ગૂગલ સેર્ચમાં જઈને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
  • હવે તમારી સામે ikhedut portal ની Official Website તમારી સામે આવશે.
  • હવે ikhedut portal ની Official Website ઓપન કરો.
  • હવે તમારી સામે આઈ ખેડૂત પોર્ટલ વેબસાઈટનું Home Page ખુલીને આવશે.
  • હવે હોમપેજ પર તમને ઉપર મેનુમાં “યોજના”  દેખાશે તેના પર ક્લિક કરવાની રહેશે.
  • હવે વેબસાઈટ પર યોજના પર ક્લિક કર્યા પછી તમારી સામે એક નવું પેજ ખૂલશે.
  • જેમાં તમારે “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે “ખેતીવાડી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-2 પર આપેલી “સ્માર્ટફોન ની ખરીદી પર સહાય” યોજના પર ક્લિક કરીને આગળ પ્રક્રિયા ચાલુ રાખવાની રહેશે.
  • જેમાં “Smartphone Ni Kharidi Par Sahay” યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને નવું પેજ ખોલવાની રહેશે.
  • હવે તમારે સામે એક નવું પેજ ખુલીને આવશે.
  • જો તમે આઈ-ખેડૂત પોર્ટલ પર પહેલા રજીસ્ટર કરેલું હોય તો “હા” સિલેટર કરવાનું રહેશે અને રજીસ્ટેશન નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
  • હવે ફરી તમારી સામે એક નવું પેજ ઓપન થશે.
  • આ પેજમાં તમને એક ફોર્મ જોવા મળશે.
  • હવે આ ફોર્મમાં તમારે માગ્યા મુજબની સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.
  • હવે ફોર્મ ભર્યા બાદ તે ફોર્મની ચકાસણી કર્યા બાદ “અરજી સેવ કરો” તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે ફરીથી ઓનલાઈન ભરેલી માહિતીની પૂરેપૂરી ચોક્ક્સાઈ કર્યા બાદ અરજી કન્ફોર્મ કરવાની રહેશે.
  • લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી એક વાર કન્‍ફર્મ કર્યા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીની પ્રિ‍ન્‍ટ કઢાવાની રહેશે.
  • આ રીતે તમે ઓનલાઇન અરજી કરી શકો છો.

ખેડૂત મોબાઈલ સહાય યોજના માટેની મહત્વપૂર્ણ લિંક

 i-khedut portl  ની અધિકૃત વેબસાઇટઅહીં ક્લિક કરો.
એપ્લિકેશન સ્થિતિઅહીં ક્લિક કરો.
પ્રિન્ટ એપ્લિકેશનઅહીં ક્લિક કરો.
---Advertisement---

Leave a Comment